ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના પાંચ લોકોના મોત
August 01, 2025

મેનપુરી : ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના બેવર નગરમાં આજે (1 ઓગસ્ટ) ભયાનક અકસ્માત થયો છે. અહીં ફરૂખાબાદ રોડ પર પુરઝડપે દોડી રહેલા ટ્રકે કારને હવામાં ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનામાં મૃતકોમાં એક પુરુષ, બે મહિલા અને બે બાળકીઓ સામેલ છે. ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.
મળતી માહિતી મુજબ કારમાં સવાર પરિવાર ફરૂખાબાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલીક જાણ કરતાં પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે, જેની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. મેનપુરી પોલીસ અધિક્ષકે કહ્યું કે, ટ્રક પુરપાટ ઝડપે દોડી રહ્યું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે.
Related Articles
એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO નિખિલ રવિશંકર
એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO...
Aug 01, 2025
બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા : ચૂંટણી પંચ
બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો...
Aug 01, 2025
મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન : નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ
મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્...
Aug 01, 2025
ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ : અમેરિકાને જવાબ
ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્...
Aug 01, 2025
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ...
Jul 31, 2025
ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી આપવો પડશે ટેક્સ
ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટે...
Jul 30, 2025
Trending NEWS

31 July, 2025

31 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025