ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ : અમેરિકાને જવાબ
August 01, 2025

દિલ્હી : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી છે. જેમાં ઈરાન સાથે વેપાર કરનારી ભારતીય કંપનીઓ પર અમેરિકા દ્વારા પ્રતિબંધ લાદવાની જાહેરાત મુદ્દે જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે પ્રતિબંધો પર ધ્યાન આપ્યું છે, અને અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ. ટેરિફના મામલે સરકાર તરફથી અનેક નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે. જો કે, આ મુદ્દે વ્હાઇટ હાઉસને પૂછવામાં આવે તો યોગ્ય રહેશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ મુદ્દે મજબૂત ભાગીદારી છે. હાલના દિવસોમાં સંરક્ષણ ભાગીદારી વધુ ગાઢ બની છે. 21મી સદી માટે ઇન્ડિયા-યુએસ કોમ્પેક્ટ પાર્ટનરશીપ થઈ છે. આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. અમે અમારા એજન્ડા પર અડગ છીએ. જેના માટે બંને દેશ પ્રતિબદ્ધ છે. અમને વિશ્વાસ છે કે, આ સંબંધ આગળ પણ ચાલુ રહેશે. બંને દેશ વચ્ચે સંબંધ સંયુક્ત હિતો, લોકશાહી મૂલ્યો પર આધારિત છે.
મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ભારત એક દિવસ પાકિસ્તાન પાસેથી ક્રૂડ ખરીદશે. તેના પર તમે શું કહેશો? જેનો જવાબ આપતાં જયસ્વાલે કહ્યું કે, આ મામલે મારે કોઈ ટિપ્પણી કરવી નથી. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખવા મુદ્દે પણ જયસ્વાલે મૌન ધારણ કર્યું હતું. ક્રૂડ ઓઇલની ખરીદી મામલે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ છે. અમે વિશ્વમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પો પાસેથી ક્રૂડની ખરીદી કરીશું. તેમજ અમેરિકા તરફથી લાદવામાં આવેલા ટેરિફનો અભ્યાસ કરી સચોટ નિર્ણયો લઈશું.
Related Articles
એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO નિખિલ રવિશંકર
એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO...
Aug 01, 2025
બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા : ચૂંટણી પંચ
બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો...
Aug 01, 2025
મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન : નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ
મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્...
Aug 01, 2025
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના પાંચ લોકોના મોત
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્...
Aug 01, 2025
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ...
Jul 31, 2025
ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી આપવો પડશે ટેક્સ
ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટે...
Jul 30, 2025
Trending NEWS

31 July, 2025

31 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025