એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO નિખિલ રવિશંકર
August 01, 2025

દિલ્હી : ભારતની બીજી સૌથી મોટી એરલાઇન એર ઇન્ડિયાએ પોતાના બિઝનેસની કમાન ન્યૂઝીલેન્ડના કેમ્પબેલ વિલ્સનને સોંપી દીધી છે, ત્યારે હવે ન્યૂઝીલેન્ડની સૌથી મોટી એરલાઇન એર ન્યૂઝીલેન્ડે તેની કમાન ભારતીય મૂળના નિખિલ રવિશંકરને સોંપી છે. એર ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી છે કે નિખિલ રવિશંકરને 20મી ઓક્ટોબર 2025થી કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બનાવવામાં આવશે. કંપનીના વર્તમાન સીઈઓ ગ્રેગ ફોરનનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થઈ રહ્યો છે.
ભારતીય મૂળના નિખિલ રવિશંકર હાલમાં એર ન્યૂઝીલેન્ડના ચીફ ડિજિટલ ઓફિસર છે. અગાઉ તે સ્ટાર એલાયન્સ સાથે પણ સંકળાયેલા છે, જ્યાં તેમણે પાંચ વર્ષ સેવા આપી છે. આ ઉપરાંત તે ન્યૂઝીલેન્ડની એનર્જી ફર્મ વેક્ટર સાથે ચીફ ડિજિટલ ઓફિસર તરીકે પણ જોડાયેલા હતા. નિખિલ રવિશંકર આઈટી કંપની એક્સેન્ચરના ન્યૂઝીલેન્ડ યુનિટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે એર ન્યૂઝીલેન્ડની કમાન પણ તેમના હાથમાં આવવાની છે.
એર ન્યૂઝીલેન્ડે એવા સમયે નિખિલ રવિશકરને કમાન સોંપી છે, જ્યારે તે ગ્લોબલ માર્કેટમાં સતત દબાણ છે અને ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. કંપનીના બોર્ડનું કહેવું છે કે 'અમે ક્યારેય કોઈ પણ મોટો નિર્ણયો લેવામાં અચકાતા નથી અને નિખિલ પાસે લીડરશીપ છે જે અમારી કંપની માટે જરૂરી છે. તેમનું વિઝન અમારી એરલાઇનને ગ્લોબલ માર્કેટમાં અગ્રણી સ્થાન અપાવવા માટે પૂરતું હશે.'
ભારતીય નિખિલ રવિશંકરે અભ્યાસ પણ ન્યૂઝીલેન્ડમાં કર્યો છે. તેમણે ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ડિગ્રી મેળવી હતી અને પછી યુનિવર્સિટીના સ્ટ્રેટેજિક સીઆઈઓ પ્રોગ્રામ માટે મેન્ટોર તરીકે પણ કામ કર્યું હતું. તે યુનિવર્સિટીના ટેકનિકલ વિભાગના સભ્ય પણ છે અને ઓકલેન્ડ બ્લૂઝ ફાઉન્ડેશનની સમિતિના સલાહકાર પણ છે.
Related Articles
બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા : ચૂંટણી પંચ
બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો...
Aug 01, 2025
મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન : નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ
મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્...
Aug 01, 2025
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના પાંચ લોકોના મોત
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્...
Aug 01, 2025
ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ : અમેરિકાને જવાબ
ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્...
Aug 01, 2025
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ...
Jul 31, 2025
ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી આપવો પડશે ટેક્સ
ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટે...
Jul 30, 2025
Trending NEWS

31 July, 2025

31 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025