યુક્રેન પર રશિયાનો મિસાઇલ અને ડ્રોનથી હુમલો, પાંચ બાળક સહિત 31ના મોત
August 01, 2025
કીવ : રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલામાં પાંચ બાળક સહિત 31ના મોત થયા છે અને 150થી વધુને ઇજા પહોંચી છે. કીવમાં પાંચ મહિનાની બાળકી સહિત દસ બાળકો ઇજા પામ્યા છે. રશિયાના હુમલાના લીધે કીવમાં નવ માળના બિલ્ડિંગનો મોટા હિસ્સો તૂટી પડ્યો હતો. હુમલાના એક દિવસ બાદ શુક્રવારે શહેરમાં સત્તાવાર રીતે શોક દિવસ મનાવાયો. હુમલાઓ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, ગુરુવારના હુમલામાં સૌથી નાની વયનો ભોગ બનનાર બે વર્ષનો બાળક હતો, ઘાયલોમાં 16 બાળકોનો સમાવેશ થાય છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ઓક્ટોબર 2022 માં શહેર પર હવાઈ હુમલા શરૂ થયા પછી કીવ પર એક જ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા બાળકોની આ સૌથી વધુ સંખ્યા છે.
રશિયાના હુમલા પછી બચાવ ટુકડીઓ તરત જ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યુ હતું. બચાવ ટુકડીના કર્મચારીઓને કાટમાળમાંથી લોકોને બહાર કાઢી રહ્યા હોય તેવા અને તેને શોધી રહ્યા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા હતા.
વોલોદીમીર ઝેલેન્સ્કીએ કહ્યું, 'આ હુમલામાં અત્યાર સુધીમાં 31 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. સૌથી નાનો બાળક માત્ર બે વર્ષનો હતો. મૃતકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના છે. 16 બાળકો સહિત 159 લોકો ઘાયલ થયા છે. દરેકને હાલમાં જરૂરી તબીબી સહાય મળી રહી છે. હું બચાવ કાર્યકરો, પોલીસ અધિકારીઓ, ડોકટરો, નર્સો અને આ સમયે લોકોને મદદ કરી રહેલા તમામ લોકોનો આભારી છું.'
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ફરી એકવાર રશિયા દ્વારા કરવામાં આવેલો આ ક્રૂર હુમલો મોસ્કો પર દબાણ વધારવા અને વધારાના પ્રતિબંધોની જરૂરિયાત દર્શાવે છે. ક્રેમલિન આ પ્રતિબંધોની અસરકારકતાને ગમે તેટલો નકારે, પ્રતિબંધો કામ કરે છે, તેમને વધુ મજબૂત બનાવવા જોઈએ. આ હુમલાઓ અંગે દુનિયા ચૂપ ન રહે તે પણ મહત્ત્વપૂર્ણ છે. હું તે બધાનો આભાર માનું છું જેમણે આપણા લોકોને ટેકો આપ્યો છે. અમે પ્રશંસા કરીએ છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, યુરોપિયન નેતાઓ અને અન્ય સાથીઓ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે અને રશિયાની નિંદા કરી રહ્યા છે.'
Related Articles
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026