મોદીનો ટ્રમ્પને મેસેજ! 'ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી
August 29, 2025
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) વડાપ્રધાન મોદીએ 'ધ યોમિઉરી શિંબુન'ને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીનને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત અને ચીનનું મળીને કામ કરવું વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, એકબીજાના સન્માન, હિત અને સંવેદનશીલતાના આધાર પર આગળ વધવા માટે તૈયાર છે.
ચીન સાથે સંબંધોમાં સુધારાના મહત્ત્વ પર પૂછવામાં આવેલા સવાલ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નિમંત્રણ પર હું અહીંથી તિયાનજિન જઈશ, જ્યાં હું શંઘાઈ સહયોગ સંગઠન(SCO) શિખર સંમેલનમાં ભાગ લઇશ. ગત વર્ષ કઝાનમાં રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મારી બેઠક બાદ અમારા દ્વિપક્ષીય સંબંધોમાં સતત અને સકારાત્મક પ્રગતિ થઈ છે. બે પાડોશી અને વિશ્વાસના બે સૌથી મોટા દેશ હોવાના નાતે ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે. આ એક બહુધ્રુવીય એશિયા અને બહુધ્રુવીય વિશ્વ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ અર્થતંત્રમાં હાલની અસ્થિરતાને જોતા ભારત અને ચીન જેવા બે મોટા અર્થતંત્રનું મળીને કામ કરવું જરૂરી છે, જેથી વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવી શકાય. ભારત એકબીજાના સન્માન, હિત અને સંવેદનશીલતાના આધાર પર દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલિન દૃષ્ટિકોણથી આગળ વધારવા માટે રણનીતિક સંવાદને આગળ વધારવા તૈયાર છે, જેથી બંને દેશોના વિકાસ સંબંધી પડકારોને સંબોધિત કરી શકાય.
Related Articles
દિલ્હી ફરી કલંકિત, 16 વર્ષની સગીરા પર 47 કિ.મી. સુધી સ્લીપર બસમાં દુષ્કર્મ
દિલ્હી ફરી કલંકિત, 16 વર્ષની સગીરા પર 47...
Aug 31, 2026
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
Trending NEWS
30 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026