અમેરિકામાં નવી તપાસ શરૂ થતાં ભારત સાથેના વેપાર સંબંધો બગડવાની આશંકા, 1.6 અબજ ડૉલર દાવ પર

August 30, 2025

અમેરિકાએ એક નવી તપાસ શરૂ કરી છે જે ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો આપી શકે છે. સાથે જ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો પણ બગડી શકે છે. અમેરિકાની આ તપાસને કારણે લગભગ 1.6 અબજ ડૉલરની ઈન્ડસ્ટ્રીને નુકસાન પહોંચવાની આશંકાઓ વધી ગઇ છે. અહીં જે ઈન્ડ્રસ્ટીની વાત થઈ રહી છે તે સોલર એનર્જી છે. અમેરિકા ભારત, લાઓસ અને ઈન્ડોનેશિયાથી સોલર પેનલ ઈમ્પોર્ટ કરે છે. અમેરિકા હવે આ સેક્ટરની તપાસ અને વિશ્લેષણ કરી રહ્યું છે. જેને લઈને એવા કયાસ છે કે ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ ઝીંકવામાં આવી શકે છે. ખાસ કરીને ભારત પર તેની વધુ અસર થશે કેમ કે અમેરિકાએ ભારત સામે પહેલાથી 50 ટકા ટેરિફ લાગુ કરી દીધો છે. અમેરિકન ઈન્ટરનેશનલ ટ્રેન્ડ કમિટી (ITC) શુક્રવારે સર્વાનુમતે તપાસ શરૂ કરી હતી જે આ દાવાની તપાસ  કરશે કે ચીનની સપોર્ટિવ કંપનીઓ વર્તમાન ટેરિફથી બચવા અને અમેરિકાના બજારમાં દબદબો વધારવા માટે બાકી દેશોનો ઉપયોગ કરી રહી છે.  આઈટીસીએ તેના તર્કમાં કહ્યું છે કે ભારત અને અન્ય દેશોથી ઓછા ખર્તે આયાતમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે ઘરેલુ ઉત્પાદન ઘટી રહ્યું છે અને ક્લિન એનર્જીમાં અબજો ડૉલરના રોકાણને ખતરો ઊભો થઈ રહ્યો છે. અલાયન્સ ફોર અમેરિકન સોલર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડના પ્રમુખ વકીલ ટીમ બ્રાઈટબિલે કહ્યું કે આઈટીનો આજેનો નિર્ણય અમારી અરજીઓમાં લગાવેલા આરોપોની પુષ્ટી કરે છે.