મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત

August 30, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે (30 ઓગસ્ટ) યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન મોદીને સવિસ્તારથી માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલય મુજબ, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો.  તેમણે યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન કરવા અને સ્થિતિ કાબૂમાં આવે તેને લઈને ભારતના દૃઢ વલણ દાખવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીએ યુક્રેન જરૂરી સહયોગ આપવાનો ઉલ્લેખ કર્યો છે.