એશિયા કપમાં ભારતે જીત સાથે કરી શરૂઆત, ચીનને 4-3થી હરાવ્યું

August 30, 2025

બિહારમાં હોકી એશિયા કપનો શાનદાર પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. ભારતીય હોકી ટીમની પહેલી મેચ ચીન સામે રમાઈ હતી, જેમાં ભારતે 4-3થી જીત હાંસલ કરી હતી. આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ ત્રણ ગોલ ફટકારીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેના સિવાય એક ગોલ જુગરાજ સિંહે માર્યો હતો. ચીન તરફથી ચેન બેનહાઈ, ગાઓ જિયેશેંગ અને ડૂ શિહાઓએ ગોલ માર્યો હતો. ચીને પહેલી ક્વાર્ટર મેચમાં શરૂઆતમાં ગોલ ફટકારી અને ભારત સામે 1-0થી આગળ રહી. બીજા ક્વાર્ટરમાં ભારતે વાપસી કરી અને હરમનપ્રીત અને જુગરાજના ગોલથી 2-1ની આગળ રહી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે વધુ એક ગોલ અને ચીને બે ગોલ અને સ્કોર 3-3થી બરોબર હાંસલ કર્યો. ચોથા ક્વાર્ટરમાં ભારતના કેપ્ટને વધુ એક ગોલ ફટકારી જીત હાંસલ કરી. બધા જ સાત ગોલ, ડ્રેગ ફિલ્કથી ફટકાર્યા. ભારત અને ચીનના પૂલ એ માં જાપાન અને કઝાકિસ્તાન સાથે રાખવામાં આવ્યો છે જ્યારે પૂલ બી માં પાંચ વારની ચેમ્પિયન દક્ષિણ કોરિયા, મલેશિયા, બાંગ્લાદેશ અને ચીન છે.