પંજાબમાં ભીષણ અકસ્માત, મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત
December 27, 2024
ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, અન્ય એક દુર્ઘટનામાં એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો
ભટિંડા : પંજાબના ભટિંડામાં આજે (27 નવેમ્બર) ભીષણ અકસ્માત થયો છે. અહીં એક ખાનગી કંપનીની બસ નહેરમાં ખાબકી છે, જેમાં આઠ લોકોના મોત થયા હોવાના જ્યારે અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલમાં ખસેડ્યા છે. પોલીસે કહ્યું કે, મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. મળતા અહેવાલો મુજબ ખાનગી કંપનીની બસ ભટિંડાના કોટશમીર રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવતા બસ નહેરમાં ખાબકી હતી, જેમાં આઠ લોકોના દર્દનાક મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક વહિવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે એનડીઆરએફની ટીમ પુરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસે દુર્ઘટના સર્જાવાના કારણોની તપાસ કરી રહી છે.
આ ઉપારંત પંજાબ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માર્યા ગયેલા ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના ત્રણ આતંકવાદીઓના મૃતદેહ લઈને પંજાબ જઈ રહેલી એમ્બ્યુલન્સ મંગળવારે મોડી રાત્રે અકસ્માતનો ભોગ બની હતી. રામપુર બાયપાસ પર અજાણ્યા વાહને એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ત્રણેય આતંકીઓના મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બીજી એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરીને પંજાબ મોકલવામાં આવ્યા હતા.
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026