ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 11નાં મોત
April 01, 2025

બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી 11 શ્રમિકોના મોત થઈ ચુક્યા છે. મોતનો આંકડો હજું વધી શકે છે.
મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી આગમાં પાંચ શ્રમિકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બાદમાં ગણતરીના સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. ફાયરની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, જેમાંથી અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો.
Related Articles
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મ...
Feb 27, 2025
સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફરશે! NASA એ આપી ગુડ ન્યૂઝ
સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફર...
Feb 12, 2025
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024નો કૅપ્ટન પસંદ કર્યો, 4 ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024...
Jan 25, 2025
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જા...
Jan 21, 2025
દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દાર્જિલિંગમાં શસ્ત્ર પૂજા કરી
દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દા...
Oct 12, 2024
કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ભારતને 'A' ગ્રેડ : બિલ ગેટ્સ
કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ભારતને 'A' ગ...
Sep 18, 2024
Trending NEWS

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025