સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન

February 27, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો મહાકુંભમાં એક થઈ ગયાં. આ આયોજનની સફળતાને લઈને તેઓ સોમનાથ દર્શ માટે જશે અને દરેક ભારતીયો માટે પ્રાર્થના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, 'મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં સંપૂર્ણ 45 દિવસ સુધી જે પ્રકારે 140 કરોડ દેશવાસીઓની આસ્થા એકસાથે, એક સમયે આ એક પર્વથી આવીને જોડાઈ, આ અદ્ભુત છે! મહાકુંભના પૂર્ણ થતાં જે વિચાર મનમાં આવ્યો તેને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.' પોતાના આ બ્લોગમાં વડાપ્રધાન મોદીએ જનતાની માફી પણ માંગી છે. 

PM મોદીએ બ્લોગમાં લખ્યું કે, 'મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો. હવે એક રાષ્ટ્રની ચેતના જાગૃત થઈ છે, જ્યારે તે સેંકડો વર્ષની ગુલામીની માનસિકતાના તમામ બંધનોને તોડીને નવા ચૈતન્ય સાથે હવામાં શ્વાસ લેવા લાગે છે, તો આવું જ દ્રશ્ય ઉત્પન્ન થાય છે, જેવું આપણ 13 જાન્યુઆરી બાદથી પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં જોયું. 22 જાન્યુઆરી, 2024 ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મેં દેવભક્તિ સાથે દેશભક્તિની વાત કહી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન દેવી-દેવતા જોડાયા, સંત-મહાત્મા જોડાયા, બાળકોથી લઈને વડીલો જાડાયા, મહિલા-યુવા જોડાયા અને આપણે દેશની જાગૃત ચેતનાને સાક્ષાત્કાર કરી. આ મહાકુંભ એકતાનો મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ દેશવાસીઓની આસ્થા એકસાથે એક સમયે આ પર્વ સાથે જોડાઈ હતી.'