ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ, 3 જિલ્લા ભિંજાયા
January 01, 2026
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર જોરદાર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ ભાગોમાં ભરશિયાળે કમોસમી વરસાદ (માવઠું) વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. આજે (ગુરૂવાર) વહેલી સવારે નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદે હાજરી આપી હતી. જ્યારે પાટણ પંથકમાં પણ માવઠાની અસર જોવા મળી છે. જ્યારે ચીકુ અને આંબાના મોર (ફૂલ) ખરી જવાની શક્યતાથી આંબાના પાકને પણ ફટકો પડી શકે છે.
બુધવારે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. બુધવારે રાજકોટ, પડધરી, ધોરાજી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કચ્છના નખત્રાણાના ધોરો ગામ અને ભુજ પંથકમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો.
કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આ કમોસમી વરસાદ રવિ પાક માટે 'ઝેર' સમાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને જીરું અને ધાણાના પાકો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમાં રોગચાળો વધવાની શક્યતા છે. આ ઉપરાંત વરસાદની સાથે ફૂંકાયેલા પવનને કારણે ચણા અને ઘઉંનો ઊભો પાક આડો પડી જવાથી નુકસાનની ભીતિ છે. ભરશિયાળે આ રીતે વરસાદ પડવાથી તૈયાર થવા આવેલા પાકમાં ફૂગ આવવાની કે પાક કાળો પડી જવાની ચિંતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાનમાં પલટાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
Related Articles
અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ
અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધ...
Jan 19, 2026
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને લખ્યો પત્ર
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમે...
Jan 17, 2026
'24 કલાકમાં યમનથી સેના હટાવો...', UAEને સાઉદી અરબનું અલ્ટિમેટમ
'24 કલાકમાં યમનથી સેના હટાવો...', UAEને...
Dec 30, 2025
ગ્રીક ટાપુ પર સ્થળાંતર કરનારાઓથી ભરેલી હોડી પલટી, 17 લોકોના થયા મોત
ગ્રીક ટાપુ પર સ્થળાંતર કરનારાઓથી ભરેલી હ...
Dec 08, 2025
માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં કરાશે સર્વે પૂર્ણ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય
માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય...
Oct 29, 2025
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરનો અંત આવશે! બંને દેશોએ આપ્યા સંકેત
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉ...
Oct 27, 2025
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026