'24 કલાકમાં યમનથી સેના હટાવો...', UAEને સાઉદી અરબનું અલ્ટિમેટમ
December 30, 2025
સાઉદી અરબ અને UAE વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં હવે તિરાડ પડી છે. યમનના આંતરિક સંઘર્ષને પગલે સાઉદી અરબે UAEને તેની સૈન્ય ટુકડીઓ પાછી ખેંચવા માટે માત્ર 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સાઉદી વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશની સુરક્ષા સાથે બાંધછોડ કર્યા વિના તેઓ કોઈ પણ જોખમને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.
તાજેતરમાં સાઉદી અરબની વાયુસેનાએ યમનના મુકાલા પોર્ટ પર ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. સાઉદીનો દાવો છે કે આ પોર્ટ પર UAE દ્વારા સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ(STC) નામના અલગતાવાદી સંગઠન માટે હથિયારો મોકલવામાં આવ્યા હતા. સાઉદી અરબ આ પગલાને પોતાની સુરક્ષા માટે 'રેડ લાઇન' ગણાવી રહ્યું છે.
સાઉદી અરબના સમર્થનવાળી યમન સરકારના રાષ્ટ્રપતિ કાઉન્સિલના પ્રમુખ રશદ અલ અલીમીએ યુનાઇટેડ આરબ એમિરેટ્સ સામે અત્યંત આકરું વલણ અપનાવતા મોટા નિર્ણયો લીધા છે. તેમણે UAEને સ્પષ્ટ ચેતવણી આપતાં આગામી 24 કલાકમાં તમામ સૈનિકોને યમન છોડવા માટે કડક આદેશ કર્યો છે. આ રાજદ્વારી અને સૈન્ય તણાવ વચ્ચે, યમન સરકારે UAE સાથેની વર્ષો જૂની સંરક્ષણ સમજૂતીને પણ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પડેલી મોટી તિરાડ સૂચવે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, હૂતી-વિરોધી દળોએ સમગ્ર યમનમાં ઈમરજન્સી જાહેર કરી છે અને સુરક્ષાના કારણોસર આગામી 72 કલાક માટે તમામ સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.
યમનમાં ઈરાન સમર્થિત હૂતીઓ વિરુદ્ધ લડવા માટે સાઉદી અને UAE એકસાથે હતા, પરંતુ હવે આંતરિક મતભેદો સામે આવ્યા છે. UAE સમર્થિત STC અલગતાવાદીઓ દક્ષિણ યમનમાં આગળ વધી રહ્યા છે, જેને સાઉદી અરબ પોતાની સુરક્ષા માટે ખતરો માને છે. સાઉદીનું કહેવું છે કે UAE બળવાખોરોને હથિયાર આપીને યમનની સ્થિરતા બગાડી રહ્યું છે.
છેલ્લા એક દાયકાથી હૂતીઓ સામે લડી રહેલું સાઉદી નેતૃત્વ હેઠળનું ગઠબંધન હવે તૂટવાની અણી પર છે. જો સાઉદી અને UAE વચ્ચે આ વિવાદ વધશે, તો તેની અસર માત્ર મધ્ય પૂર્વના દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક તેલ બજાર અને સુરક્ષા પર પણ પડશે. શુક્રવારે હદરામોત વિસ્તારમાં થયેલા હુમલામાં કાઉન્સિલના બે લડવૈયાઓ માર્યા ગયા છે અને અનેક ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026