સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફરશે! NASA એ આપી ગુડ ન્યૂઝ
February 12, 2025

અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નાસા અને સ્પેસએક્સ એજન્સીના સ્પેસએક્સ ક્રૂ-9 અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે પાછા લાવવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે.
NASAએ જાણકારી આપી છે કે, બંને અંતરિક્ષ યાત્રીઓને નિર્ધારિત સમય પહેલા પૃથ્વી પર પાછા લાવી શકાય છે. બંને અંતરિક્ષ યાત્રીઓ ગત વર્ષે જૂનથી અંતરિક્ષમાં ફસાયેલા છે.
NASAએ મંગળવારે કહ્યું કે, સ્પેસએક્સ આગામી અંતરિક્ષ યાત્રીની ઉડાન માટે કેપ્સૂલ બદલશે જેથી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં નહીં, પરંતુ માર્ચના મધ્યમાં પૃથ્વી પર પરત લાવી શકાય.
બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ જૂન 2024માં બોઈંગના સ્ટારલાઈનર અવકાશ યાનમાં સવાર થઈને ISS માટે રવાના થયા હતા. બંને અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં માત્ર 10 જ દિવસ વિતાવવાના હતા.
સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ નાસા અને બોઈંગે અંતરિક્ષ યાનની સમસ્યાઓને વધુ સારી રીતે સમજવા માટે અઠવાડિયા સુધી કામ કર્યું પરંતુ આખરે નક્કી કર્યું કે સ્ટારલાઈનરને ક્રૂ સાથે પરત કરવું ખૂબ મુશ્કેલ છે.
નાસાએ મંગળવારે જણાવ્યું કે, એજન્સીનું ક્રૂ-10 લોન્ચ હવે મિશનની તૈયારીઓ પૂર્ણ થયા પછી અને એજન્સીની ફ્લાઇટ રેડીનેસ પ્રક્રિયાની માન્યતા પૂર્ણ થયા પછી 12 માર્ચે કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સતત સુનિતા વિલિયમ્સની વાપસી અંગે માહિતી લઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર જણાવ્યું હતું કે તેમણે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સને માર્ચના અંત સુધીમાં બંને અંતરિક્ષ યાત્રીઓની વાપસી સુનિશ્ચિત કરવા કહ્યું છે.
આશા છે કે તેઓ બધા ત્યાં સુરક્ષિત હશે. આ અંતરિક્ષ યાત્રીઓ લાંબા સમયથી વાપસીની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ ઈલોન મસ્કે પણ પોતાની એક પોસ્ટમાં કહ્યું છે કે, આ ખૂબ જ ભયાવહ છે કે બાઈડેન વહીવટીતંત્રે આ અંતરિક્ષ યાત્રીઓને લાંબા સમયથી ત્યાં છોડી દીધા છે.
Related Articles
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મ...
Feb 27, 2025
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024નો કૅપ્ટન પસંદ કર્યો, 4 ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024...
Jan 25, 2025
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જા...
Jan 21, 2025
દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દાર્જિલિંગમાં શસ્ત્ર પૂજા કરી
દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દા...
Oct 12, 2024
કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ભારતને 'A' ગ્રેડ : બિલ ગેટ્સ
કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ભારતને 'A' ગ...
Sep 18, 2024
જાપાનમાં સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી અચાનક ધૂમાડો નીકળતા તંત્ર ચિંતિત
જાપાનમાં સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી...
Aug 13, 2024
Trending NEWS

08 March, 2025

08 March, 2025

08 March, 2025

08 March, 2025

07 March, 2025

07 March, 2025

07 March, 2025

07 March, 2025

07 March, 2025

07 March, 2025