ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લાગી આગ

April 22, 2024

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આજે અચાનક ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી.ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો,ગાયનેક વિભાગમાં ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી,હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં છે,અને હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગલાગવાની ઘટના સામે આવી હતી. વહેલી સવારે 4 થી 5 વાગ્યા વચ્ચે આ આગ લાગી હતી. બેઝમેન્ટમાં મુકેલા ભંગારમાં આગ ભડકી ઉઠી હતી..જો કે આગ ભારે જહેમત બાદ કાબુમાં લેવાઇ ચૂકી હતી.આગને પગલે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. આગ બુઝાવવામાં ફાયર કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હોસ્પિટલ તંત્રએ પણ સ્વિકાર્યું કે, બેઝમેન્ટમાં વેન્ટિલેશનની સુવિધા નથી ત્યારે તંત્ર સ્થિતિ પર કાબુમાં લેવા જોતરાયું હતું.