Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી

December 08, 2024

દિલ્હી- શંભુ બોર્ડર પર ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચ સ્થગિત કરી દીધી છે. ત્યારે ખેડૂત આંદોલનના મામલે આવતીકાલે એટલે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જોકે, સુપ્રીમ કોર્ટમાં પહેલા એક અરજી દાખલ કરવામાં આવી હતી, તેમાં શંભુ બોર્ડર સહિત તમામ હાઈવેને ખોલવાના નિર્દેશ કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને આપવાની માગ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટ આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.


અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારે હાઈવે પર અતિક્રમણ કરવું તે લોકોના મૌલિક અધિકારો વિરૂદ્ધ છે. સાથે જ આ નેશનલ હાઈવે એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ પણ ગુનો છે. તેવામાં હાઈવેને રોકનારા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને પ્રદર્શનકારી ખેડૂતોને હાઈવેથી હટાવવાના આદેશ આપે.
શંભુ બોર્ડરથી ખેડૂતોને હટાવવાના મામલે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે. અરજીમાં એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે કે આંદોલનકારી ખેડૂતો દ્વારા તમામ રાષ્ટ્રીય રાજમાર્ગ અને રેલવે ટ્રેક બાધિત ન કરવામાં આવે અને રાજ્ય-કેન્દ્રને સામાન્ય જનતા માટે સુગમ માર્ગ સુનિશ્ચિત કરવો જોઈએ.


શંભુ બોર્ડરથી 101 ખેડૂતોનો જત્થાને દિલ્હી કૂચ કરવાના ઈરાદાથી આગળ વધ્યો, પરંતુ હરિયાણાના સુરક્ષાકર્મીઓ દ્વારા આંસૂ ગેસના ગોળા છોડ્યા બાદ પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હી માટે પગપાળા માર્ચ સ્થગિત કરી દીધી છે.