સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, કાર સળગતા 7ના મોત
August 17, 2025
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ઝમર ગામ નજીક રવિવારે (17 ઓગસ્ટ) બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સાત લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જણાવી દઈએ કે, અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી.
સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે રવિવારે (17 ઓગસ્ટ) સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક બે કાર વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. ગંભીર અકસ્માતના બનાવમાં એક જ પરિવારનાં 7થી વધુ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની જાણ થતાંની સાથે સ્થાનિકો, પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના લખતરના હાઈવે પર ઝમર અને દેદાદરા વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી હતી. જેમાં કડું ગામથી કાર મારફતે સુરેન્દ્રનગર જઈ રહેલા પરિવારનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં બે બાળકો સહિત સાત લોકોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
- મૃતકોની યાદી
- કૈલાશબા જગદીશસિંહ જામસિંહ ચુડાસમા (ઉં.વ. 60, રહે. ભાવનગર)
- પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 35, રહે. ભાવનગર)
- રીદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 32, રહે. ભાવનગર)
- દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા (ઉં. 10 મહિના, રહે. ભાવનગર)
- નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉં.વ. 58, રહે. જામનગર)
- રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉં.વ. 52, રહે. લખતર)
- મીનાબા વિરેન્દ્રસિંદ સતુભા રાણા (ઉં.વ. 49, રહે. લખતર)
- દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ. 35, રહે. ગાંધીધામ-કચ્છ)
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026