બોસ્ટનમાં વિઝા સમયમર્યાદા ઘટાડવાના ટ્રમ્પ નિયમ સામે જજે રોક લગાવી, વિદેશી વિદ્યાર્થીઓ-પત્રકારોને મોટી રાહત
September 15, 2026
બોસ્ટનઃ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ, વિનિમય મુલાકાતીઓ અને પત્રકારોના દેશમાં રહેવાનો સમય મર્યાદિત કરવાના ટ્રમ્પ પ્રશાસનના નિયમને બોસ્ટનના સંઘીય ન્યાયાધીશ એફ. ડેનિસ સેલોરે રોકી દીધો છે. સંઘીય ન્યાયાધીશે યુનિયનો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના હિતોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગનો નિયમ અમલમાં આવવાના એક દિવસ પહેલાં આવ્યો હતો.
ન્યાયાધીશ સેલોરે કહ્યું હતું કે વિભાગે નિયમ બદલવા માટે ખૂબ નબળી દલીલો આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને વિઝા વ્યવસ્થામાં છેતરપિંડી રોકવાના કારણો દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ નિયમ બદલવાથી ઊભી થનારી સમસ્યાઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને ઓછા કડક વિકલ્પો પર પણ વિચાર કરાયો નહોતો.
રિપબ્લિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ દ્વારા નિયુક્ત ન્યાયાધીશે જણાવ્યું હતું કે નવો નિયમ લગભગ 5 દાયકાથી ચાલી રહેલી વ્યવસ્થાને બદલી નાખત. આ વ્યવસ્થા હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમની સમગ્ર મુદત સુધી અમેરિકામાં રહી શકતા હતા અને કામ કરી શકતા હતા.
તેનાથી કરોડો વિદ્યાર્થીઓ અને સંશોધકોને વિજ્ઞાન, તબીબી તથા ટેક્નોલોજી ક્ષેત્રે યોગદાન આપવાની તક મળી હતી અને અમેરિકાને આર્થિક લાભ થયો હતો.હાલમાં આશરે 16 લાખ લોકો ‘F’ વિઝા અને 5 લાખ લોકો ‘J’ વિઝા ધરાવે છે. ન્યાયાધીશે ચેતવણી આપી હતી કે નવો નિયમ અમલમાં આવ્યો હોત તો મોટી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઘટી શકે અને તેમને કરોડો ડૉલરનું નુકસાન થઈ શકે.
Related Articles
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7ના મોત
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અ...
Oct 24, 2026
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા!
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભા...
Oct 22, 2026
Trending NEWS
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026