કેનેડાના ક્યૂબેકમાં મોટી દુર્ઘટના, માછલી પકડવા ગયેલા 11 લોકો હાઈટાઈડમાં ફસાયા, 4 બાળકોનાં મોત
June 05, 2023

કેનેડાના ક્યૂબેકમાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં શનિવારે માછલી પકડવા ગયેલા ચાર બાળકો ડૂબી જવાને લીધે મૃત્યુ પામી ગયા. અહેવાલ મુજબ શનિવારે સ્થાનિક
સમય અનુસાર કેટલાક બાળકો માછલી પકડવા માટે નદીમાં ગયા હતા, તે દરમિયાન નદીમાં હાઈ ટાઈડ આવતા ત્યાં બાળકો તેની લપેટમાં આવી ગયા હતા જેમાં ચાર
બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા.
ક્યૂબેક પ્રાંતીય પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉત્તર તટ પર નદી કિનારે આવેલા પોર્ટનેફ સુર મેરમાં આ દુર્ઘટનાની માહિતી મળતાં જ ઇમરજન્સી સેવાઓ જાણ
કરાઈ હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે માછલી પકડતી વખતે હાઈ ટાઈડ આવવાને કારણે લગભગ 11 લોકો ગુમ થયા હતા. તે 11માંથી 6ને બચાવી લેવામાં આવ્યા
હતા અને પાંચ લોકોની રાતભર કોઈ ભાળ મળી નહોતી.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર સવારે 6 વાગ્યાની આસપાસ દસ વર્ષથી વધુ ઉંમરના ચાર બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ પછી તેમને હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બાદમાં પુષ્ટિ કરી કે બાળકો મૃત્યુ પામ્યા છે. ક્યૂબેક પ્રાંતીય પોલીસના જણાવ્યા અનુસાર, એક 30 વર્ષીય વ્યક્તિ હજુ પણ ગુમ છે
અને ડાઇવર્સ, એક બોટ અને હેલિકોપ્ટરની મદદથી તેની શોધખોળ ચાલુ છે.
Related Articles
કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા સસ્પેન્ડ : ભારતની ત્રીજી મોટી કાર્યવાહી
કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા સ...
Sep 21, 2023
ભારતની એડવાઈઝરી પછી કેનેડાની પ્રતિક્રિયા:કહ્યું- અમારા દેશમાં આવવું સેઈફ છે
ભારતની એડવાઈઝરી પછી કેનેડાની પ્રતિક્રિયા...
Sep 21, 2023
કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા
કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને...
Sep 21, 2023
જોડી થોમસે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને પ્રોત્સાહન આપ્યું
જોડી થોમસે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને પ્...
Sep 20, 2023
કેનેડા : એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને કહ્યું- જમ્મુ-કાશ્મીર, મણિપુર-આસામ જવાનું ટાળો
કેનેડા : એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગ...
Sep 20, 2023
હું છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપી ભારત સામે ઝેર ઓક્યુ
હું છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી,...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023