કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
April 29, 2025

કેનેડામાં 28 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. લિબરલ પાર્ટીની 343 બેઠકોમાં બહુમતી સાથે માર્ક કાર્નીની જીત થઈ છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વાર સરકાર બનાવી છે, જે કેનેડાના રાજનૈતિક ઇતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે. એવામાં જાણીએ કે માર્ક કાર્ની કોણ છે.
માર્ક કાર્નીનો જન્મ 16 માર્ચ, 1965ના રોજ કેનેડામાં ફોર્ટ સ્મિથ નામના સ્થળે થયો હતો, જે આર્કટિકની નજીક છે. તેમનું બાળપણ એડમોન્ટન નામના શહેરમાં પસાર થયું. માર્ક કાર્નીએ અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી અને ઇંગ્લૅન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
માર્ક કાર્નીએ પોતાના કરિયરની શરુઆતમાં ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર તરીકે કામ કર્યું અને ન્યૂયોર્ક, લંડન, ટોક્યો અને ટોરોન્ટો જેવા મોટા શહેરોમાં કામ કરીને પૈસા કમાયા. બાદમાં તેમણે સિવિલ સર્વિસ પસંદ કરી અને 2008માં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન સ્ટીફન હાર્પરએ તેમને બૅન્ક ઑફ કેનેડાના ગવર્નર બનાવ્યા.
માર્ક કાર્ની એવા રાજકારણીનો વિજય છે જેમને રાજકારણમાં નહીં પણ અર્થતંત્રને સંભાળવાનો અનુભવ છે. તેમણે 2008થી 2013 સુધી બૅન્ક ઑફ કેનેડાના ગવર્નર અને 2013થી 2020 સુધી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ગવર્નર તરીકે સેવા આપી હતી.
ખાસ વાત એ છે કે જ્યારે તેમણે જસ્ટિન ટ્રુડોને હટાવીને લિબરલ પાર્ટીની કમાન સંભાળી હતી અને માર્ચમાં પીએમ બન્યા, ત્યારે તેમની પાસે હાઉસ ઑફ કોમન્સ એટલે કે કેનેડાની સંસદમાં કોઈ બેઠક નહોતી. આથી એવું કહી શકાય કે તેઓ સાંસદ નહોતા. તેઓ કેનેડિયન ઇતિહાસમાં હાઉસ ઑફ કોમન્સમાં બેઠક વગરના બીજા વડાપ્રધાન બન્યા.
આ વખતે તેમણે ઓટાવા નજીક નેપિયન બેઠક પરથી ચૂંટણી લડી અને જીત મેળવી. એનો અર્થ એ કે આ વખતે જ્યારે તેઓ પીએમ બનશે, ત્યારે ગૃહમાં તેમની પોતાની બેઠક હશે.
માર્ક કાર્નીનો ટ્રમ્પ સાથે ટકરાવ
તેમની નાણાકીય કારકિર્દી દરમિયાન, કાર્નીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપવાનું પણ શીખ્યા. કેનેડા પર ભારે ટેરિફ લાદવા અને 'કેનેડાને 51મું રાજ્ય' બનાવવા જેવી ટ્રમ્પની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર કાર્નીએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
કેનેડાને 51મું રાજ્ય બનવવાની વાત પર પ્રતિક્રિયા આપતા કાર્નીએ ટ્રમ્પની તુલના હેરી પોટરના વિલન વોલ્ડેમોર્ટ સાથે કરતા કહ્યું, 'હું આ અપમાનજનક ટિપ્પણીઓનું પુનરાવર્તન પણ કરવા માંગતો નથી. જ્યાં સુધી અમેરિકા મુક્ત અને ન્યાયી વેપાર માટે આદર ન બતાવે અને વિશ્વસનીય પ્રતિબદ્ધતાઓ ન કરે ત્યાં સુધી કેનેડા રેસિપ્રોકલ ટેરિફ લાદવાનું ચાલુ રાખશે.'
માર્ચમાં કાર્નીએ પીએમ તરીકે શપથ લીધા ત્યારથી, ભારતને કેનેડા સાથેના સંબંધોમાં સુધારો થવાની આશા હતી. એવું માનવામાં આવતું હતું કે માર્ક કાર્નીનું પીએમ બનવું એ કેનેડામાં ભારત માટે એક નવી શરુઆત જેવું છે અને હવે ફરી ચૂંટણી પછી, તે નવી શરુઆતને સારા સંબંધમાં રૂપાંતરિત કરવાનો સમય આવી ગયો છે.
માર્ક કાર્ની માર્ચમાં પીએમ તરીકે ચૂંટાયા તે પહેલાં જ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી હતી. કાર્નીએ કહ્યું હતું કે, 'જો હું વડાપ્રધાન બનીશ, તો હું ભારત સાથે વેપાર સંબંધો ફરીથી બનાવીશ.'
Related Articles
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો પેસિફિક નીતિ વિષે પુનર્વિચાર કરશે
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડ...
Jul 15, 2025
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો કરાયો
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો...
Jul 14, 2025
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
Trending NEWS

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

25 July, 2025

25 July, 2025

25 July, 2025