ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ અને 28 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

September 04, 2025

હવામાન વિભાગે આજે ગુરુવાર(4 સપ્ટેમ્બર)થી આગામી 5 દિવસ માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જાહેર કરેલા આગામી ત્રણ કલાકના Nowcast મુજબ, રાત્રે 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ ઍલર્ટ અને અન્ય તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.  

5 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.  

જ્યારે 28 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગ દ્વારા, શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 18 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.

રેડ ઍલર્ટઃ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

ઑરેન્જ ઍલર્ટઃ સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ

યલો ઍલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.