ગુજરાતમાં મેઘમહેર: 134 તાલુકા તરબોળ, કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ

September 06, 2025

કપરાડા : ગુજરાતમાં મેઘરાજાએ શનિવારે (9 સપ્ટેમ્બર) ધમાકેદાર બેન્ટિંગ કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોને પણ ભારે હાલાકની સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યાના વરસાદના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ, વલસાડ અને રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 


હવામાન વિભાગના આંકડા અનુસાર, સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં જોવા મળ્યો હતો. 8 કલાકમાં વલસાડમાં 6.18 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. આ સિવાય રાજકોટમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે. 
બીજી બાજું સાબરકાંઠા અને બોટાદમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો. 2 વાગ્યા સુધીમાં સાબરકાંઠામાં 2.52 ઈંચ અને બોટાદમાં 2.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અરવલ્લી, મહેસાણા, જામનગર, પાટણ, દાહોદ, જૂનાગઢ, વડોદરામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.