મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે 'NATO' જેવી ડીલ
August 07, 2026
મક્કા : પશ્ચિમ એશિયાની ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિ વચ્ચે ઈસ્લામિક જગતના ત્રણ શક્તિશાળી દેશોએ હાથ મિલાવ્યા છે. સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને મક્કામાં એક 'સંયુક્ત સંરક્ષણ કરાર' પર હસ્તાક્ષર કર્યા છે, અને પોતાના સૈન્ય તથા વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. આ ઐતિહાસિક કરાર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુનીરની હાજરીમાં થયો હતો. આ કરાર છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ગુપ્ત રાજદ્વારી વાટાઘાટોનું પરિણામ છે, જેને પ્રાદેશિક સુરક્ષા સંતુલનની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સંયુક્ત નિવેદન અનુસાર, આ કરારનો મુખ્ય હેતુ કોઈ પણ સંભવિત બહારી આક્રમણ સામે 'સાહસિક સામૂહિક પ્રતિકાર' ને મજબૂત કરવાનો છે. કરારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ત્રણેયમાંથી કોઈ પણ એક દેશ પર થતા સશસ્ત્ર હુમલાને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે. આ ગઠબંધન સૈન્ય અને રાજદ્વારી દ્રષ્ટિએ ખૂબ જ વ્યૂહાત્મક છે. આમાં સામેલ તુર્કીયે નાટો (NATO) ગઠબંધનમાં બીજી સૌથી મોટી સેના ધરાવતો દેશ છે, જ્યારે પાકિસ્તાન એકમાત્ર અણુશસ્ત્ર ધરાવતો મુસ્લિમ દેશ છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા વૈશ્વિક ઊર્જા બજારનો ટોચનો તેલ નિકાસકાર અને અખાતી ક્ષેત્રનો સૌથી શક્તિશાળી દેશ છે.
અખાતી અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર છેલ્લા કેટલાક સમયથી ગંભીર સૈન્ય સંકટનો સામનો કરી રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગો, ખાસ કરીને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' થી થતા ઊર્જા પરિવહન પર માઠી અસર પડી છે. સાઉદી અરેબિયા અને અન્ય અખાતી દેશો સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો સામનો કરી રહ્યા છે, જેનાથી તેમની આર્થિક સુરક્ષા જોખમમાં મુકાઈ છે. બીજી તરફ, ઈઝરાયલની આક્રમક સૈન્ય કાર્યવાહી અને ઈરાન સાથેના વધતા સંઘર્ષે પ્રાદેશિક સ્થિરતાને સંપૂર્ણપણે હલાવી દીધી છે. પરંપરાગત સુરક્ષા ગેરંટી પર અનિશ્ચિતતા વચ્ચે, આ ત્રણેય દેશો પોતાની સુરક્ષા અને પ્રાદેશિક સ્વાયત્તતા મજબૂત કરવા માટે સાથે આવ્યા છે.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026