સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કૌભાંડ, બે યુવકની ધરપકડ

August 21, 2025

સુરત : સુરતમાં છેલ્લા ઘણાં સમયથી ઠગ ટોળકી ગે ડેટિંગ એપ દ્વારા સમલૈંગિક લોકો સાથે છેતરપિંડી કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી એક વાર ત્રણ શખસોએ એક રત્નકલાકારને ગે ડેટિંગ એપ પર ચેટિંગ કર્યા બાદ મળવા બોલાવીને રોકડ રૂપિયા, ફોન અને બાઈક પડાવી લીધી હતી. જો કે, આ મામલે પીડિતની ફરિયાદના આધારે વરાછા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્નકલાકાર યુવકે ગે ડેટિંગ એપ દ્વારા મિત્રો બનાવીને વાતચીત કરતો હતો. આ દરમિયાન તે અજાણ્યા યુવકના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે મેસેજમાં વાતચીત કરતો હતો. અજાણ્યા યુવકે 18મી ઓગસ્ટના રોજ રત્નકલાકારને મેસેજ કરીને વરાછા મારુતિ ચોક પાસે મળવા બોલાવ્યો હતો. જ્યાં બાઈક લઈને રત્નકલાકાર પહોચતા તેને એક યુવકે ચપ્પુ બતાવીને નજીકમાં આવેલી ગલીમાં ચોથા માળે લઇ જવાયો હતો, જ્યાં અન્ય બે અજાણ્યા ઈસમો પણ હાજર હતા. આરોપીઓએ રત્નકલાકારને ધમકીઓ આપી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.