IPL મિનિ ઓક્શનમાં સ્ટાર ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, કુલ 350 ખેલાડીઓ પર લાગશે બોલી
December 09, 2025
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેનું મિનિ ઓક્શન 16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવા જઈ રહ્યું છે. આ ઓક્શન માટે કુલ 350 ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે ઓક્શનમાં કેટલાક મોટા નામની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે, જેના પર ફ્રેન્ચાઈઝીની નજર રહેશે. IPL મિનિ ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી ગણાતા કેમેરોન ગ્રીને બેટર તરીકે નોંધણી કરાવી છે અને તે પહેલા સેટમાં દેખાશે. ક્વિન્ટન ડી કોક, ડુનિથ વેલાલગે અને જ્યોર્જ લિન્ડે, જેમને અગાઉ લાંબા સમય સુધી યાદીમાં રાખવામાં આવ્યા ન હતા, તેને અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝીની અપીલ પર કુલ 35 નવા ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. તાજેતરમાં ODI નિવૃત્તિમાંથી પાછા ફરેલા દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટર ડી કોકની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથનો પણ સમાવેશ થાય છે, જેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. સ્મિથે છેલ્લે 2021માં IPL રમી હતી. શોર્ટલિસ્ટ થયેલા 350 ખેલાડીઓમાંથી 240 ભારતીય અને 110 વિદેશી છે. અહેવાલો અનુસાર, ખેલાડીઓના ઓક્શનમાં કુલ 1,390 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ આંકડો પાછળથી ઘટાડીને 1,005 કરવામાં આવ્યો હતો. આ ખેલાડીઓમાંથી, 350 ખેલાડીઓની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી હતી. પૃથ્વી શો અને સરફરાઝ ખાન ઓક્શનના પહેલા સેટના ખેલાડીઓમાં સામેલ છે. બંનેએ તેની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા નક્કી કરી છે. જાહેર કરેલી યાદીમાં બે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, કેમેરોન ગ્રીન અને જેક ફ્રેઝર મેકગર્ક, ન્યુઝીલેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ઓપનર ડેવોન કોન્વે અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરનો પણ સમાવેશ થાય છે. દરેકની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા રિલીઝ કરાયેલા વેંકટેશ ઐયર IPL ઓક્શનમાં 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ હશે. ઓક્શનની શરૂઆત કેપ્ડ ખેલાડીઓ - બેટર, ઓલરાઉન્ડર, વિકેટકીપર-બેટર, ફાસ્ટ બોલર અને સ્પિન બોલરોના રાઉન્ડથી થશે. ત્યારબાદ અનકેપ્ડ ખેલાડીઓનો સંપૂર્ણ રાઉન્ડ શરૂ થશે. ખેલાડી નંબર 70 પછી એક ઝડપી પ્રક્રિયા શરૂ થશે. ઓક્શનમાં કુલ 77 સ્લોટ ખરીદવા માટે ઉપલબ્ધ છે, જેમાં 31 વિદેશી સ્લોટનો સમાવેશ થાય છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 64.30 કરોડ રૂપિયાનું સૌથી મોટું પર્સ છે અને 6 વિદેશી સ્લોટ સહિત 13 સ્લોટ ભરવાના બાકી છે.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય...
09 October, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકી...
08 October, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ...
08 October, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્...
08 October, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાન...
08 October, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વ...
08 October, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ...
07 October, 2026
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડ...
07 October, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા...
07 October, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચ...
06 October, 2026