કેનેડા-યુએસ- બોર્ડર પર કારમાં વિસ્ફોટ, 2નાં મોત:નાયગ્રા ફોલ્સ ખાતે બંને દેશોને જોડતા ચારેય પુલ બંધ, FBI તપાસમાં લાગી

November 23, 2023

ન્યૂયોર્કના નાયગ્રા ફોલ્સમાં યુએસ અને કેનેડાને જોડતા રેઈનબો બ્રિજ પર બુધવારે કારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. બીબીસીના જણાવ્યા અનુસાર કારમાં હાજર બે લોકોનાં મોત થયા છે.

નાયગ્રા ફોલ્સ મેયર ઓફિસના જણાવ્યા અનુસાર જે કારમાં વિસ્ફોટ થયો હતો. તે કાર કેનેડાથી અમેરિકા આવી રહી હતી. આ ઘટના બાદ નાયગ્રા ફોલ્સ પર બંને દેશોને જોડતા ચારેય પુલ બંધ કરી દેવામાં આવ્યા છે. ફેડરલ
બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ તપાસ શરૂ કરી છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય એજન્સીઓ ઘટનાસ્થળે છે. આ ઘટનાને કારણે પશ્ચિમ ન્યુયોર્કમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચેના તમામ ચાર આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. રેઈન્બો
બ્રિજ ઉપરાંત, તેમાં લેવિસ્ટન, વ્હર્લપૂલ અને પીસ બ્રિજનો સમાવેશ થાય છે.

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, યુએસ કાયદા અમલીકરણ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું, એફબીઆઈ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની સરહદ પાર વાહનમાં બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહી છે.