અભિનેતા ધર્મેન્દ્રનું 87 વર્ષની ઉંમરે કમબેક, ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા

March 21, 2023

મુંબઈ : બોલીવુડ એક્ટર ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ ઓનસ્ક્રીન કમબેક કરવાના છે અને તેમની આ વાપસીથી તેમના ચાહકો તો એક્સાઈટેડ છે જ સાથે જ તેમનો પરિવાર પણ ખુશ છે. 87 વર્ષની ઉંમરે ધર્મેન્દ્રની ઓનસ્ક્રીન વાપસી પર બોબી દેઓલની પ્રતિક્રિયા સામે આવી છે. ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'થી કમબેક કરવાના છે.