અડાલજ હત્યા કેસઃ ત્રણ દિવસ બાદ પોલીસે સાયકો કિલરની કરી ધરપકડ

September 23, 2025

ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે અડાલજ વિસ્તારમાં બનેલા ક્રૂર હત્યા કેસનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. પોલીસે સાયકો કિલર વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પર અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

અડાલજ હત્યા કેસમાં આરોપીએ અત્યંત ક્રૂરતાથી હત્યા અંજામ આપી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પોલીસે તપાસ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ તથા ગુપ્તચર માહિતીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો મુજબ, વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમાર એક ખતરનાક અને સાયકો સ્વભાવનો ગુનેગાર છે. આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે, જેમાં વધુ ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે.