અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચ-છેતરપિંડીનો કેસ: સૌર ઊર્જાના કોન્ટ્રાક્ટ માટે ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ
November 21, 2024
ન્યૂયોર્ક : ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડોલર (આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અમેરિકાના પ્રોસિક્યુટર્સ (સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલાવામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં 2000 ( બે હજાર ) અબજ ડોલરથી વધુનો નફો થવાની આશા હતી.
ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી જ નહીં સાત લોકો પર અબજો ડોલરની છેતરપિંડી તથા રૂશ્વતનો આરોપ લગાવ્યો છે. ભારતીય અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનું ફંડ અદાણીએ અમેરિકામાંથી ભેગું કરવાનું નક્કી કર્યું અને અમેરિકન તથા વિદેશી રોકાણકારો તથા બેંકો સામે જૂઠ્ઠું બોલવાનો પણ આરોપ છે.
આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દિપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
- વર્ષ 2020થી 2024ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા અધિકારીઓને 25 કરોડ ડોલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી.
- બાદમાં રૂશ્વતની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડોલરનું ફંડ ભેગું કર્યું.
- બાદમાં FBI અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. સ્કીમથી જોડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા.
આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા.
FBIના અધિકારી જેમ્સ ડેનન્હિએ કહ્યું છે કે આરોપીઓએ ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે.
Related Articles
સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં 67.59 ટકા મતદાન
સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58....
યુપી પેટા ચૂંટણીઃ પોલીસ પર મતદારોને રોકવાનો આરોપ, હોબાળો થતાં પોલીસનો લાઠીચાર્જ
યુપી પેટા ચૂંટણીઃ પોલીસ પર મતદારોને રોકવ...
Nov 20, 2024
બિટકોઇન કાંડ: અજિત પવારે કહ્યું- ઓડિયોમાં મારી બહેનનો જ અવાજ, સુપ્રિયાએ પણ આપ્યો જવાબ
બિટકોઇન કાંડ: અજિત પવારે કહ્યું- ઓડિયોમા...
Nov 20, 2024
મહારાષ્ટ્રમાં ધીમા મતદાન વચ્ચે બિટકોઇન મામલે ઘમસાણ, ઝારખંડના વૉટર્સમાં અનેરો ઉત્સાહ
મહારાષ્ટ્રમાં ધીમા મતદાન વચ્ચે બિટકોઇન મ...
Nov 20, 2024
મણિપુરમાં 19 મહિનાથી હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ, નિર્દોષો બન્યા ભોગ: RSSએ ઝાટકણી કાઢી
મણિપુરમાં 19 મહિનાથી હિંસા રોકવામાં સરકા...
Nov 19, 2024
મુંબઈમાં દબાણ કરી લેશે ગુજરાતીઓ, આ ચૂંટણી મહારાષ્ટ્ર બચાવવાની લડત: સંજય રાઉતના નિવેદન પર વિવાદ નક્કી
મુંબઈમાં દબાણ કરી લેશે ગુજરાતીઓ, આ ચૂંટણ...
Nov 19, 2024
Trending NEWS
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
19 November, 2024
19 November, 2024
19 November, 2024
Nov 20, 2024