મોરબી ઝૂલતા પુલકાંડ: 10 આરોપીઓ સામે કોર્ટમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયું
November 20, 2024
મોરબીમાં ઝૂલતા પુલકાંડમાં 135 નિર્દોષ લોકોના મોત નીપજ્યાં હતા. સમગ્ર ઘટના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે આરોપીએ તેમની સામે કરાયેલો ગુનો બનતો ન હોવાનો દાવો કર્યો હતો.
સમગ્ર ઘટનામાં દસ આરોપીએ ચાર વકીલ મારફતે કોર્ટમાં અલગ-અલગ પાંચ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જેમાં સરકાર દ્વારા અરજીને લઈને વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે.
મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કહ્યું કે, 'મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝૂલતા પુલની મુદત હતી. ગઈ મુદતમાં નામદાર કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં કોર્ટે સૂચિત તહોમતનામું રજૂ કરવા કહ્યું હતું. જેમાં દસ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ નોંધાયેલી ફરિયાદના આધારે સૂચિત તહોમતનામું (પ્રોવિઝનલ ચાર્જ) રજૂ કરવામાં આવ્યું છે.'
મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રુપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
Related Articles
આણંદમાં પરિણીતા પર દુષ્કર્મ કરતાં ભાજપ નેતાને લોકોએ રંગે હાથ પકડ્યો, પોલીસે ફરિયાદ ન લેતા રોષ
આણંદમાં પરિણીતા પર દુષ્કર્મ કરતાં ભાજપ ન...
દોઢ દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા આજે સાંજ સુધીમાં અંતિમ ચરણમાં, 6.50 લાખ યાત્રિકો નોંધાયા
દોઢ દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા આજે સા...
Nov 14, 2024
વાવમાં 2 જગ્યાએ EVM ખોટકાયા, 3 કલાકથી મતદારો પરેશાન
વાવમાં 2 જગ્યાએ EVM ખોટકાયા, 3 કલાકથી મત...
Nov 13, 2024
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ, તમામ મુસાફર સુરક્ષિત
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં...
Nov 12, 2024
શિરડીથી સુરત જતી બસ પલટી, 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા
શિરડીથી સુરત જતી બસ પલટી, 30થી વધુ મુસાફ...
Nov 12, 2024
વડોદરામાં ઈન્ડિયન ઓઈલની રિફાઇનરીમાં પ્રચંડ ધડાકા સાથે આગ
વડોદરામાં ઈન્ડિયન ઓઈલની રિફાઇનરીમાં પ્રચ...
Nov 11, 2024
Trending NEWS
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
19 November, 2024
19 November, 2024
19 November, 2024
Nov 18, 2024