કાર્તિક આર્યન, રાજકુમાર રાવ સહિત બોલિવૂડ સિતારાઓએ કર્યું મતદાન: અક્ષય કુમારે કહ્યું-ખૂબ સારી છે વ્યવસ્થા
November 20, 2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે (20મી નવેમ્બર) મતદાન થઈ રહ્યું છે. મતદારો મતદાન મથક પર પહોંચી ગયા છે અને મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે લડતા 4,140 ઉમેદવારો માટે મતદાન કરવાનું શરૂ કર્યું છે. ત્યારે મુંબઈમાં બોલિવૂડ સિતારાઓ પણ બુધવારે સવારથી જ મત આપવાનું શરૂ કરી દીધું છે. આજે સવારે અભિનેતા અક્ષય કુમાર, કાર્તિક આર્યન, સલીમ ખાન લઈને રાજકુમાર રાવે મતદાન કર્યું હતું.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે,'સારી વાત એ છે કે પોલિંગ બૂથ પર વ્યવસ્થા ઘણી સારી છે. અંદર સ્વચ્છ રાખવામાં આવે છે. હું એટલું જ કહીશ કે લોકોએ આવીને પોતાનો મત આપવો જોઈએ.' અક્ષય કુમારની સાથે બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવ પણ સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. રાજકુમાર રાવે કહ્યું, 'મત આપવો એ લોકોનો અધિકાર છે. હું લોકોને આ અધિકારોનો લાભ લેવાની અપીલ કરું છું.' આ ઉપરાંત અભિનેતા કાર્તિક આર્યન મતદાન કરવા પહોંત્યા હતા.
દબંગ સ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન પણ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કેન્દ્રની બહારથી સલીમ અને સલમા ખાનનો ફોટો સામે આવ્યો છે.
અભિનેત્રી અને રાજનેતા ઉર્મિલા માતોંડકરે પણ પોતાનો મત આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર છે. જેમાં લખ્યું કે, 'કૃપા કરીને તમારા માટે, તમારા બાળકો માટે, તમારા સમાજ માટે અને તમારા મહારાષ્ટ્ર માટે મત આપો.'
બોલિવૂડ સિતારાઓ સાથે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પત્ની અંજલિ અને પુત્રી સારા તેંડુલકર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યો હતો. સચિન તેંડુલકરે સૌથી પહેલા મીડિયાની સામે પરિવાર સાથે ફોટો પડાવ્યો હતો.
Related Articles
ડોન થ્રીમાં પ્રિયંકા ચોપરાની પણ ખાસ રોલમાં એન્ટ્રીની અટકળો
ડોન થ્રીમાં પ્રિયંકા ચોપરાની પણ ખાસ રોલમ...
Jul 07, 2025
ક્રિતી-રશ્મિકાની કોકટેલ ટુનું શૂટિંગ આવતા મહિનેથી શરૂ
ક્રિતી-રશ્મિકાની કોકટેલ ટુનું શૂટિંગ આવત...
Jul 07, 2025
શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્રતિબંધની માગ
શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્...
Jul 06, 2025
બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિયંકા ચોપરાનો સંકેત
બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિય...
Jul 05, 2025
દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની મંજૂરી અપાઈ
દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની...
Jul 05, 2025
માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જાણીતી ટીવી અભિનેત્રીની પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા
માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જ...
Jul 05, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025