આણંદમાં પરિણીતા પર દુષ્કર્મ કરતાં ભાજપ નેતાને લોકોએ રંગે હાથ પકડ્યો, પોલીસે ફરિયાદ ન લેતા રોષ
November 18, 2024
આણંદ : આણંદ પાલિકાના સત્તાપક્ષ ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ ઉર્ફે દીપુ પ્રજાપતિએ જ્ઞાતિની જ પરિણીતા સાથે દુષ્કર્મ આચયું હતું. પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યાની લોકોને જાણ થતા એકઠા થઈ દીપુ પ્રજાપતિને માર મારીને ઘરમાં પૂરી દીધો હતો. અન્ય ટોળાએ સ્થાનિક રહીશોને માર મારી ધમકી આપી દીપુ પ્રજાપતિને છોડાવી ગયા હતા. આ મામલે પોલીસે ભાજપના કાઉન્સિલર સામે ફરિયાદ નોંધવાનો ઈનકાર કરતા ટોળાએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે નમતું જોખીને આખરે કાઉન્સિલર દીપુ પ્રજાપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.
આણંદ નગરપાલિકાના વોર્ડ નં.6ના ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ પોતાના વોર્ડમાં આવેલા પ્રજાપતિ વાસમાં વારંવાર જતો હતો. ત્યારે તેણે પરિણીતાનો મોબાઈલ નંબર લીધો હતો અને ત્યારબાદ વારંવાર મોબાઇલથી વાતો કરવા સાથે મેસેજ પણ મોકલતો હતો. દરમિયાન છ મહિના અગાઉ તેણે પરિણીતાના ઘરમાં જઈને બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધમકીના લીધે પરિણીતા ગભરાઈ ગઈ હતી અને પોતાના પરિવારજનોને જણાવ્યું ન હતું. બાદમાં પરિણીતાએ દીપુ પ્રજાપતિ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જો કે, દીપુ પ્રજાપતિએ તેને વારંવાર મારી સાથે વાતચીત કેમ કરતી નથી એવું કહીને ધમકીઓ પણ આપી હતી.
Related Articles
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026