અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકનો આતંક, એકસાથે 9 વાહનોને લીધા અડફેટે
January 19, 2026
અમદાવાદમાં શીલજ-રાંચરડા રોડ પર મોડી રાત્રે દારૂના નશામાં કારચાલકે ભારે તાંડવ મચાવ્યો હતો. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા 9 વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, નિતિન શાહ નામના કારચાલકે નિયંત્રણ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. બોપલ પોલીસે તેની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી છે.
અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારચાલક નિતિન શાહની અટકાયત કરી હતી અને તેની મેડિકલ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026