બોલીવૂડમાં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે

November 18, 2025

મુંબઇ : રવીના ટંડનની દીકરી રાશા બોલીવૂડમાં પહેલી જ ફિલ્મથી ફલોપ ગયા બાદ હવે સાઉથની ફિલ્મો તરફ વળી છે. તે  મહેશ બાબુના ભત્રીજા જયકૃષ્ણ  સાથે  'એબી ફોર' એવું ટાઈટલ ધરાવતી ફિલ્મ કરી રહી છે. રાશાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હું નવી શરૂઆત કરીરહી છું. હું તેલુગુ ફિલ્મમાં કદમ રાખી રહી છુ.ં આ અવસર માટે નિર્માતા-દિગ્દર્શકનો આભાર માનું છું. રાશાએ આ અગાઉ હિંદી ફિલ્મ 'આઝાદ'માં કામ કર્યું હતું. આ ફિલ્મ સદંતર ફલોપ ગઈ હતી. રાશાની એક્ટિંગની પણ ભારે ટીકા થઈ હતી. જોકે, રાશા સોશિયલ મીડિયા પર બહુ લોકપ્રિય છે.