ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

January 07, 2026

મંગળવાર સુધી સોના-ચાંદીના ભાવમાં જોવા મળેલી જોરદાર તેજી પર બુધવારે અચાનક જ બ્રેક લાગી ગઈ છે અને બજારમાં મોટો કડાકો બોલી ગયો છે. બે દિવસની તોફાની તેજી બાદ, ચાંદીના ભાવમાં એક જ ઝાટકે પ્રતિ કિલો ₹5000થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સોનામાં પણ ₹1100થી વધુનો ઘટાડો નોંધાયો છે.

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 6 માર્ચ વાયદાની ચાંદીનો ભાવ તેના અગાઉના ₹2,58,811 પ્રતિ કિલોગ્રામના બંધ ભાવ સામે તેજી સાથે ખુલ્યો હતો અને ₹2,59,692ના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જોકે, આ સપાટીને સ્પર્શ્યા બાદ અચાનક જ ભાવમાં મોટો કડાકો આવ્યો અને ચાંદી એક ઝાટકે ₹5,622 પ્રતિ કિલો સુધી સસ્તી થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહના શરૂઆતના બે દિવસમાં જ ચાંદીના વાયદા ભાવમાં ₹20,000નો ઉછાળો આવ્યો હતો, જે બાદ બુધવારે આ મોટો ઘટાડો જોવા મળ્યો.