Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ઈરાનમાં ફસાયેલા 10 હજાર ભારતીયોને બચાવવાનો વાયુસેનાનો માસ્ટર પ્લાન

June 18, 2025

ઈરાનથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના પુરા પ્રયત્નો કરી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાયુસેનાના એર ક્રાફ્ટ આર્મેનિયા અથવા બીજા પાડોશી દેશોમાં જઈ શકે છે. જ્યાં ભારતીયોને જવા માટે કહેવામાં આવ્યું છે. કારણકે યુદ્ધના કારણે ઈરાનનું એર-સ્પેશ બંધ કરવામાં આવ્યું છે. 

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવી વિષમ પરિસ્થિતઓમાં ભારતીય વાયુસેનાનો એરલિફ્ટ પ્લાન પંમેશા તૈયાર જ હોય છે. આ રીતના મિશન માટે વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર, આઈએલ-76 અને સી-130જે સુપર હરક્યુલિસ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. 

ઈરાનમાં 10 હજાર ભારતીયો છે. જેમને સુરક્ષિત બહાર કાઢવાની જરુર છે. જેમાંથી મોટા ભાગના જમ્મુ-કાશ્મીરમાં રહેનારા વિદ્યાર્થીઓ છે. જે ભણવા માટે ઈરાન ગયા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ તમામ  ભારતીયોને જલ્દીમાં જલ્દી ઈરાનની રાજધાની છોડીને સુરક્ષિત સ્થળો પર જવાનું એલર્ટ આપ્યું છે. આ સાથે ઈરાનના પાડોશી દેશ આર્મેનિયા જવા માટે પણ કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જરુરિયાત જણાશે તો સરકાર આર્મેનિયાથી એર લિફ્ટ કરી શકે છે.