ઈઝરાયલની લેબનન પર એરસ્ટ્રાઈક, હમાસના કમાન્ડર ફતેહ શેરિફને ઠાર માર્યો
September 30, 2024

ઈઝરાયલના લેબનન પર હવાઈ હુમલા સતત ચાલુ છે. આ હુમલાઓમાં ઈઝરાયલે હમાસની લેબનન શાખાના કમાન્ડર ફતેહ શેરીફને પણ ઠાર માર્યો છે. ઈઝરાયલની વાયુસેનાએ આ માહિતી આપી છે. ઇઝરાયલી સંરક્ષણ દળ (IDF) એ સોમવારે (30 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, તેણે હમાસની લેબનન શાખાના વડા ફતેહ શેરીફનો સફાયો કર્યો છે. જણાવી દઈએ કે, ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા છે.
IDF એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, હુમલો વહેલી સવારે સટીકતાથી કરવામાં આવ્યો હતો. આજે દક્ષિણ લેબનાનના શહેર ટાયરમાં અલ-બાસ શરણાર્થી શિબિર પર હવાઈ હુમલામાં શેરીફ તેની પત્ની અને બાળકો સાથે માર્યો ગયો હતો. લેબનનમાં આતંકવાદી પ્રવૃતિઓના સંકલન પર દેખરેખ રાખતા શેરીફ માત્ર હમાસમાં મુખ્ય વ્યક્તિ જ નહોતા, પરંતુ તેમણે હમાસને હિઝબુલ્લાહના ઓપરેટિવ્સ સાથે જોડવામાં પણ ભૂમિકા ભજવી હતી.
ઈઝરાયલી સેનાએ શનિવારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ઈરાનનાં પીઠબળવાળા હીઝબુલ્લાહ જૂથનું 32 વર્ષથી નેતૃત્વ સંભાળનાર હસન નસરૂલ્લાહ ઈઝરાયલના પ્રચંડ બોમ્બ હુમલામાં મૃત્યુ પામ્યો છે. તેની સાથે તેની પુત્રી ઝૈનાબ અને એક હીઝબુલ્લાહ કમાન્ડર અલિ કારસી પણ મૃત્યુ પામ્યા છે.
Related Articles
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટ...
Jul 19, 2025
અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાવચેત રહેવું પડશે, પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ચેતવ્યાં
અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાવચે...
Jul 19, 2025
'5 ફાઇટર જેટ્સ તોડી પાડ્યા...', ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો
'5 ફાઇટર જેટ્સ તોડી પાડ્યા...', ભારત-પાક...
Jul 19, 2025
અમેરિકા જવાનો ક્રેઝ ઓસર્યો, ભારતીય વિદ્યાર્થીઓમાં 80 ટકાનો ઘટાડો, કારણ ટ્રમ્પની નીતિઓ
અમેરિકા જવાનો ક્રેઝ ઓસર્યો, ભારતીય વિદ્ય...
Jul 19, 2025
ટ્રમ્પે રુપર્ટ મર્ડોક અને વોલ સ્ટ્રીટ જર્નલ સામે 10 બિલિયન ડૉલરનો કેસ ઠોક્યો, એપસ્ટિન ફાઈલ ફેક ગણાવી
ટ્રમ્પે રુપર્ટ મર્ડોક અને વોલ સ્ટ્રીટ જર...
Jul 19, 2025
સ્કાય ડાઈવર બોમગાર્ટનરનું પેરા ગ્લાઈડિંગ અકસ્માતમાં મોત, 'અંતરિક્ષ’માંથી પણ કૂદકો મારી ચૂક્યો હતો
સ્કાય ડાઈવર બોમગાર્ટનરનું પેરા ગ્લાઈડિંગ...
Jul 19, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025
19 July, 2025

19 July, 2025

19 July, 2025