Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

અજિત પવાર દિલ્હી ઉપડ્યાં, શિંદેએ આજની તમામ બેઠકો રદ કરી, મહારાષ્ટ્રમાં મડાગાંઠ વધી

December 02, 2024

એકનાથ શિંદે રવિવારના રોજ સાંજે તેમના ગામ સતારાથી પરત ફર્યા હતા. તે પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સોમવારે એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની બેઠક થશે. અને આ બેઠકમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે.

આ દરમિયાન એકનાથ શિંદેએ ફરી એકવાર તેમની તમામ બેઠકો રદ કરી દીધી છે. આ અંગે તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે, એકનાથ શિંદેને હજુ પણ તાવ છે. તેઓ આજે જ પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરવાના હતા, પરંતુ તે પણ મોકૂફ રાખવામાં આવી છે. શિંદેનું કહેવું છે કે તેઓ હજુ પણ તાવમાં સપડાયેલા છે. 

આમ છતાં એ સવાલો ઉઠી રહ્યો છે કે, શું તે કોઈ દબાણની રણનીતિ ચાલી રહી છે અને તેના કારણે તેઓ બેઠકો રદ કરી રહ્યા છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજિત પવાર દિલ્હી જવા રવાના થવાના થયા છે. અજિત પવાર કયા હેતુથી દિલ્હી રવાના થયા છે, તે હાલમાં કહી શકાય નહીં.

પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે, કે તેઓ ભાજપના ટોચના નેતૃત્વને પણ મળી શકે છે. અજિત પવારની સાથે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ પણ દિલ્હી જઈ રહ્યા છે. તો આ બાજુ ભાજપ દ્વારા 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

જો કે રસપ્રદ વાત એ છે કે, હજુ સુધી ભાજપ ધારાસભ્ય દળની કોઈ બેઠક યોજાઈ નથી. હાલમાં ભાજપ કયા નેતાને સીએમ તરીકે આગળ કરશે તે જાણવાની રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ગૃહ મંત્રાલય માટે અડગ છે અને તેના માટે દબાણ બનાવી રહ્યા છે.