અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ

September 02, 2025

ટેરિફ અંગેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત માલાબાર નૌકાદળના યુદ્ધાભ્યાસનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ ક્વાડ દેશો ભાગ લેશે. અધિકારીઓએ માહિતી આપતા જમાવ્યું કે, 'બંને દેશો વચ્ચે પહેલીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં યુદ્ધાભ્યાસ યોજાઈ રહ્યો છે.' 

ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' લખ્યું, 'ભારતીય સેનાની એક ટુકડી યુદ્ધાભ્યાસ 2025 (પહેલીથી 14મી સપ્ટેમ્બર)ના 21મા સંસ્કરણ માટે ફોર્ટ વેનરાઈટ, અલાસ્કા પહોંચી ગઈ છે. યુએસ 11મા એરબોર્ન ડિવિઝનના સૈનિકો સાથે, હેલિબોર્ન ઓપરેશન્સ, પર્વતીય યુદ્ધ, UAS/કાઉન્ટર-UAS અને સંયુક્ત વ્યૂહાત્મક કવાયતોમાં તાલીમ લેશે - જેનાથી UN PKO અને મલ્ટી-ડોમેન તૈયારીને પ્રોત્સાહન મળશે.'