Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક, બલુચ લિબરેશન આર્મીનો 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો દાવો

March 11, 2025

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બોલનમાં જઈને એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 100થી વધારે લોકોને બંધક બનાવ્યા છે. આ સાથે ચેતાવણી પણ આપી છે કે, જો તેમની સામે કોઈપણ પ્રકારનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું તો તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. અત્યાર સુધી છ સૈન્યકર્મીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં 120 મુસાફરો સવાર હતા. 

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, ATF (Anti Terrorism Force) અને ISI(Inter-Services Intelligence)ના એક્ટિવ-ડ્યૂટી કર્મી સામેલ છે. આ તમામ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ ચેતાવણી આપી છે કે, જો ટ્રેનમાં હાજર સૈનિકોએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો તો તમામ બંધકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. 

ઓપરેશન દરમિયાન, BLAના આતંકવાદીઓએ મહિલા, બાળકો અને બલૂચ યાત્રીઓને મુક્ત કરી દીધા છે. મળતી માહિતી મુજબ, BLAની ફિદાયીન યુનિટ, મજીદ બ્રિગેડ આ મિશનનું નેતૃત્વ કરી રહી છે. જેમાં ફતેહ સ્ક્વૉડ અને STOS તેમજ ગુપ્ત શાખા ઝીરાબનો સમાવેશ થાય છે.