અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની નીચેના અને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો
May 16, 2023

બાબા અમરનાથ 2 રસ્તાઓ દ્વારા પહોંચી શકાય છે. પ્રથમ રસ્તો દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પહલગામ થઈને પારંપરિક 48 કિલોમીટરના રૂટ પરથી, જ્યારે બીજો રસ્તો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર ટૂંકો પરંતુ ઊંચો ચઢાણવાળો બાલટાલ માર્ગ દ્વારા બાબા અમરનાથ પહોંચી શકાય છે. અધિકારીઓએ કહ્યું કે, યાત્રા ઉપરોક્ત બંને રસ્તાઓ પરથી એકસાથે શરૂ થશે. તીર્થયાત્રીઓ માટે ગત વર્ષની મેન્યુઅલ પ્રક્રિયાના બદલે આ વર્ષે આધાર પ્રમાણપત્ર આધારિત ફોર્મ જનરેશન સિસ્ટમ બનાવાઈ છે. ગત વર્ષ સુધી મુસાફરોને મેન્યુઅલ ફોર્મ અપાતા હતા, હવેથી સિસ્ટમ મુજબ ફોર્મ જનરેટ કરવામાં આવશે. યાત્રામાં જવા ઈચ્છુક તીર્થયાત્રીઓ પ્રતિષ્ઠિત ડોક્ટરો પાસેથી આરોગ્ય પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.
આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે બેઠક પણ યોજી હતી. વિસ્તારમાં પર્યાપ્ત પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ ચુકી છે. બેઠકમાં વર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય અને આ વર્ષે યાત્રા પર સંભવિત જોખમોને ધ્યાને રાખીને CRPF, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ વચ્ચે વિગતવાર ચર્ચા થઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે 2500થી વધુ મોબાઈલ ટોઈલેટ તૈયાર કરવાની યોજના છે.
Related Articles
અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભની તૈયારી, યાત્રાળુઓની સુવિધામાં કરાયો વિશેષ વધારો
અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભની તૈયારી...
Sep 12, 2023
17 સપ્ટેમ્બરે સૂર્ય કરશે કન્યા રાશિમાં ગોચર, આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે
17 સપ્ટેમ્બરે સૂર્ય કરશે કન્યા રાશિમાં ગ...
Sep 11, 2023
જન્માષ્ટમી: ઘરે ઠાકોરજીનો આ વિધિથી કરો અભિષેક, આખું વર્ષ રહેશે મંગલમય
જન્માષ્ટમી: ઘરે ઠાકોરજીનો આ વિધિથી કરો અ...
Sep 05, 2023
સપ્ટેમ્બર મહિનામાં આ 5 ગ્રહોની વક્રી ચાલ આ રાશિના જાતકો માટે રહેશે શુભ
સપ્ટેમ્બર મહિનામાં આ 5 ગ્રહોની વક્રી ચાલ...
Aug 29, 2023
બુધ ગ્રહ વક્રી થવાથી આ રાશિના જાતકોને થશે ફાયદો જ ફાયદો
બુધ ગ્રહ વક્રી થવાથી આ રાશિના જાતકોને થશ...
Aug 21, 2023
25 જુલાઈએ બુધ ગોચર થતાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિના જાતકોને થશે ધન લાભ
25 જુલાઈએ બુધ ગોચર થતાં બનશે લક્ષ્મી નાર...
Jul 20, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023