Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

'અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઈન્ડિયા ઝૂકશે નહીં..', રાષ્ટ્ર પ્રમુખ પુતિને ભારતના કર્યા વખાણ

June 05, 2026

રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને ગુરુવારે (4 જૂન 2026) ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધોથી નવી દિલ્હી અને રશિયાના સંબંધોને નુકસાન પહોંચતું નથી. તેમણે કહ્યું કે ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને વર્તમાનમાં તેનો પ્રભાવશાળી ઇકોનોમિક ગ્રોથ રેટ (આર્થિક વિકાસ દર) છે. તેમણે કહ્યું, 'મને પૂરો વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં રશિયા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી જશે.'

રાષ્ટ્ર પ્રમુખ પુતિને કહ્યું કે, 'જો કે અમેરિકા મોસ્કો સાથે ભારતના સંબંધોને લઈને ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આવા પ્રયાસોની કોઈ અસર થતી નથી. તેમણે કહ્યું, 'અમેરિકા, રશિયા સાથેના સહયોગ સહિત ઘણા મુદ્દાઓ પર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારત આવા પ્રયાસોનો પ્રતિકાર કરશે.'

રશિયન રાષ્ટ્ર પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, 'ભારતનો વિકાસ દર ઘણો પ્રભાવશાળી છે. ભારતના અન્ય કોઈપણ દેશ સાથેના દ્વિપક્ષીય સંબંધોને રશિયા નકારાત્મક પરિણામ તરીકે જોતું નથી.' પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ મંગળવારે (2 જૂન 2026) કહ્યું કે તે રશિયન તેલ ખરીદનારા દેશોને આપવામાં આવેલી પ્રતિબંધોની છૂટને સમાપ્ત કરવા માંગે છે.