અમેરિકાના મિનેપોલિસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઇમિગ્રેશન ઓપરેશન

January 07, 2026

અમેરિકાના મિનેપોલિસ અને સેન્ટ પોલ વિસ્તારમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે આશરે 2000 ફેડરલ એજન્ટો તૈનાત કરવામાં આવ્યા છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોમ આ ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઓપરેશન મુખ્યત્વે રાજ્યમાં ચાલી રહેલા મોટા પાયે છેતરપિંડી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવા માટે છે. 

અહેવાલો મુજબ, ઓપરેશન મેટ્રો સર્જ અંતર્ગત અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઓપરેશનના કારણે સ્થાનિક સમુદાયો, ખાસ કરીને સોમાલી મૂળના લોકોમાં ભયનો માહોલ છે અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન અમેરિકાના વિવિધ રાજ્યોમાં ઇમિગ્રેશન કાયદાના કડક અમલીકરણ માટે અનેક મોટા ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા છે:kkk