ટ્રમ્પને કારણે NATO માં બબાલ, યુરોપના દેશોએ અમેરિકાને ધમકાવતા કહ્યું - આ યુદ્ધ સમાન ગણાશે
January 07, 2026
અમેરિકાએ ગયા સપ્તાહે વેનેઝુએલા પર કરેલા હુમલા અને પ્રમુખ માદુરોની ધરપકડથી દુનિયાને ચોંકાવી દીધી હતી, જેની ઘણા પશ્ચિમી દેશોએ પણ નિંદા કરી હતી. હવે, વેનેઝુએલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની યોજના બનાવી રહ્યા હોવાના સંકેતોથી 75 વર્ષ જૂના નાટો (NATO) ગઠબંધનમાં મોટી તિરાડ પડી છે. અમેરિકાના આ પ્લાન સામે યુરોપિયન દેશોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને આકરી ચેતવણી પણ આપી છે. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પ્રમુખ ટ્રમ્પના સહયોગી અને વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે ગ્રીનલેન્ડ પર ડેનમાર્કના અધિકાર પર જ સવાલ ઉઠાવ્યા. મિલરે મંગળવારે એક નિવેદનમાં કહ્યું, "ડેનમાર્ક કયા અધિકારથી ગ્રીનલેન્ડ પર નિયંત્રણનો દાવો કરે છે? તેમના પ્રાદેશિક દાવાનો આધાર શું છે? અમેરિકા નાટોની શક્તિ છે. અમેરિકા માટે આર્કટિક ક્ષેત્રને સુરક્ષિત કરવા અને નાટોના હિતોની રક્ષા કરવા માટે, તે સ્પષ્ટ છે કે ગ્રીનલેન્ડ અમેરિકાનો ભાગ હોવું જોઈએ." મિલરના નિવેદન બાદ, મંગળવારે આઠ યુરોપિયન દેશોના નેતાઓએ ડેનમાર્ક અને તેના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડનું મજબૂત સમર્થન કર્યું. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, ડેનમાર્ક અને બ્રિટનના નેતાઓએ એક સંયુક્ત નિવેદન જારી કરીને અમેરિકી યોજનાની નિંદા કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું, "ગ્રીનલેન્ડ અહીંના લોકોનું છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા મામલાઓ પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર ડેનમાર્ક અને ગ્રીનલેન્ડનો છે." સંયુક્ત નિવેદન ઉપરાંત, યુરોપિયન નેતાઓએ વ્યક્તિગત રીતે પણ વધુ કડક ચેતવણીઓ આપી છે. જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફુલે ચેતવણી આપી છે કે, "જો અમેરિકા ગ્રીનલેન્ડ પર કબજો કરે છે તો તે યુરોપ સાથે યુદ્ધ જેવું હશે." તેમણે કહ્યું કે જો ડેનમાર્ક પર અમેરિકા હુમલો કરે છે તો ડેનમાર્કની રક્ષા કરવાની જવાબદારી નાટોના સભ્યોની હશે. ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને કહ્યું છે કે, "ગ્રીનલેન્ડ પર અમેરિકાનો કોઈપણ હુમલો નાટોના અંતનું કારણ બનશે." ગ્રીનલેન્ડ 1721 થી 1953 સુધી ડેનમાર્કની વસાહત હતું. જોકે, હવે તે ડેનમાર્ક સામ્રાજ્યની અંદર એક સ્વાયત્ત દેશ છે અને મોટાભાગે સ્વ-શાસિત છે. તેમ છતાં, ડેનમાર્ક ગ્રીનલેન્ડના વિદેશી મામલા, સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા તથા નાણાકીય નીતિને નિયંત્રિત કરે છે. અમેરિકા લાંબા સમયથી ગ્રીનલેન્ડના વ્યૂહાત્મક મહત્વને કારણે તેના પર નજર રાખી રહ્યું છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026