સુરત કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી: રાત્રે 2 વાગ્યે મળ્યો મેઈલ, સમગ્ર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું
January 06, 2026
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદ બાદ હવે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળતાની સાથે જ સુરત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. હાલમાં નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટ પરિસરની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોના કોર્ટમાં પ્રવેશ પર હાલ પૂરતો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. કોર્ટ સંકુલના તમામ બ્લોક, જજની ચેમ્બર, પાર્કિંગ એરિયા અને જાહેર સ્થળો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બોમ્બની ધમકી આપતી આ કોઈ પહેલી ઘટના નથી. 5 જાન્યુઆરી (સોમવાર)એ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અગાઉ પણ અમદાવાદની અનેક નામાંકિત શાળાઓને પણ આ પ્રકારે ઈ-મેઈલ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
Related Articles
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 05, 2026
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખ...
May 05, 2026
ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33% તો સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ
ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33...
May 04, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026