અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં અમિતાભે ભરપૂર વખાણ કર્યાં

November 26, 2024

મુંબઇ : શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ 'આઇ વોન્ટ ટૂ ટોક' ગત શુક્રવારના ૨૨  નવેમ્બરના રોજ રીલિઝ  થઇ ગઇ છે.  આ ફિલ્મની ચાર દિવસની કમાણી માંડ સવા કરોડ થઈ છે. પરંતુ, અમિતાભ બચ્ચને પુત્રની આ ફિલ્મનાં ભરપૂર વખાણ કરી નાખ્યાં છે. આ ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારે પહેલા દિવસે તેની કમાણી માંડ ૫૦ લાખ થઈ હતી. થિયેટરોમાં ફિલ્મની ઓક્યુપેન્સી માંડ પાંચ ટકા નોંધાઈ છે એટલે કે થિયેટરમાં માંડ પાંચ ટકા ખુરશીઓ ભરેલી હોય છે. જોકે, અમિતાભે આ ફિલ્મનાં અને તેમાં પણ અભિષેકની  એક્ટિંગના વખાણ કરતાં એક લાંબો લચક બ્લોગ લખી નાખ્યો છે.  બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે, અમુક ફિસ્મો મનોરંજન માટે બનતી હોય છે. તો તોડી ફિલ્મો તમને ફિલ્મ બનાવવા માટઅમંત્રિત કરતી હોય છે. પરંતુ,  આ તને ફિલ્મ બનવા માટે આમંત્રિત કરે છે. અભિષેક કમર્શિઅલી એક ફલોપ એક્ટર રહ્યો છે. તેની બહુ જ ઓછી ફિલ્મો ટિકિટબારી પર ચાલી છે. તેમાં પણ તે સોલો હિરો હોય તેવી તો જુજ જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી છે.