હિંડનબર્ગેના વિવાદમાં ફસાઈ ભારતીય મુળની અમૃતા આહુજા

March 24, 2023

દિલ્હી- હિંડનબર્ગે જેક ડોર્સીની પેમન્ટ બ્લોક ઈન્કની મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ઘણા લોકો ઉપર ગંભીર આરોપો મુકાયા છે. તેમા અમૃતા આહુજાનું નામ પણ છે. તેના પર આરોપ છે કે તેણે કંપનીના શેર ડમ્પ કર્યો છે. 
શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે હવે ટ્વિટરના ફાઉન્ડર જેક ડાર્સીની કંપની બ્લોક ઈન્કને પોતાના નવા રિપોર્ટના નિશાના પર છે. હિંડનબર્ગે દાવો કરતા કહ્યુ કે બ્લોક ઈન્ક પોતાના રોકાણકારો સાથે છેતરપીંડી કરી રહી છે. આ રિપોર્ટમાં બ્લોક ઈન્કના ચીફ એકાઉન્ટ ઓફિસર અમૃતા આહુજાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય મુળના અને અમેરિકાનુ નાગરિકત્વ ધરાવનારી અમૃતા આહુજા પર કથિત આરોપ છે કે તે બ્લોક ઈન્કના શેરોને ડંપ કરે છે. 

અમૃતા આહુજા ભારતીય-અમેરિકન મૂળની મહિલા છે. તેઓ હાલમાં બ્લોક ઇન્કમાં મુખ્ય નાણાકીય અધિકારી એટલે કે CFO તરીકે કામ કરી રહી છે. તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, ડ્યુક યુનિવર્સિટી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો છે. તેઓ વર્ષ 2019માં બ્લોક ઈન્ક કંપનીમાં જોડાયા અને વર્ષ 2021માં જોક ડોર્સીની કંપનીએ તેમને CFO તરીકે નિમણુક આપી હતી. 


અમૃતા આહુજાએ  કોલ ઓફ ડ્યુટી, Candy Crush, World of Warcraft જેવી ગેમ્સ પણ બનાવી છે. તેણે 2001માં મોર્ગન સ્ટેન્લી સાથે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે પોતાની કારકિર્દીની શરુ કરી હતી. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે અમૃતા આહુજા ભારતીય મૂળની છે અને તેના માતા-પિતા ક્લેવલેન્ડમાં ડે-કેર સેન્ટરના માલિક હતા.