મુંબઈમાં 11મા ધોરણની વિદ્યાર્થીનીએ વૉશરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરતાં હડકંપ
January 10, 2025
મુંબઈ : મુંબઈની આરે કોલોનીમાંથી આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આરે કોલોનીમાં આવેલી એક ઇન્ટરનેશનલ કોલેજમાં ધોરણ 11માં ભણતી સગીર છોકરીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મુંબઈના આરે કોલોનીમાં સ્થિત એક ઇન્ટરનેશનલ કોલેજમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીર છોકરીએ ગઈકાલે વોશરૂમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, છોકરીને જાણતા લોકોએ જણાવ્યું છે કે, તે ભૂતકાળમાં પણ આવું પગલું ભરી ચૂકી છે. હાલમાં મુંબઈની આરે પોલીસે આપઘાતના આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીનીના આપઘાત અંગે કોલેજ મેનેજમેન્ટ તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે. કોલેજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, 'અમે આ ઘટનાથી દુઃખી છીએ. કોલેજ સમગ્ર મામલામાં પીડિતાના પરિવારની પ્રાઈવસી જાળવવાની અપીલ કરે છે.'
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026