Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

વડોદરામાં 8 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત, અત્યાર સુધી 17 બાળકોના મોતથી હાહાકાર

August 07, 2025

વડોદરા : સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બનેલા ચાંદીપુરા વાયરસે હવે વડોદરામાં પણ દેખા દીધી છે. વડોદરા શહેરમાં રહેતું 8 મહિનાનું બાળક આ જીવલેણ વાયરસથી સંક્રમિત થયું છે. તેને હાલ સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા બે મહિનામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત કુલ 27 બાળકોએ સારવાર લીધી છે. આ આંકડાઓ વધુ ભયાવહ એટલા માટે છે કારણ કે, અત્યાર સુધીમાં આ વાયરસને કારણે 17 બાળકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં મોટાભાગના બાળકો પંચમહાલ અને ગોધરા જિલ્લાના છે.

આ વાયરસ મુખ્યત્વે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવે છે અને તેના લક્ષણોમાં તાવ, ઉલટી, ખેંચ આવવી અને બેભાન થઈ જવું વગેરેનો સમાવેશ થાય છે. આ વાયરસ મચ્છર દ્વારા ફેલાય છે અને ખાસ કરીને ચોમાસા અને તે પછીના સમયગાળામાં તેનો પ્રકોપ વધુ જોવા મળે છે.

વડોદરાના 8 મહિનાના બાળક ઉપરાંત મધ્યપ્રદેશનું એક બાળક પણ SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વાયરસનો ફેલાવો પડોશી રાજ્યો સુધી પણ પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે અને વાયરસનો ફેલાવો અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે બાળકોમાં આવા કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.