વલસાડમાં સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, કેન્દ્રબિંદુ શહેરથી 43 કિ.મી દૂર નોંધાયું

August 12, 2025

ગુજરાતમાં ધરતીકંપના આંચકા સતત આવી રહ્યાં છે. કચ્છમાં ધરતીકંપ સતત અનુભવાઈ રહ્યો છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા સહિત હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સવારે વલસાડમાં ભૂકંપનો 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. કેન્દ્ર બિંદૂ વલસાડથી 43 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

સવારે આઠ વાગ્યાની આસપાસ વલસાડમાં 2.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 43 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સિવાય વલસાડમાં ગત પહેલી માર્ચે પણ 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તે ઉપરાંત ગત 6 જાન્યુઆરીએ પણ 3.7ની તિવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.